રાહુલ ગાંધી બે દિવસના UAEના પ્રવાસે, ભારતીયોને કર્યું સંબોધન

January 11, 2019 1670

Description

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના યુએઈ પ્રવાસે છે. ત્યારે આજે તેમણે દુબઈમાં ખિચોખિચ ભરેલા ક્રિકેટ સ્ટેડિયમમાં અહીં વસતા ભારતીયોને સંબોધન કર્યું હતું. રાહુલે એનઆરઆઈ સમુદાયનો ભારતના વિકાસમાં સિંહફાળો હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ મોદી સરકાર પર પ્રહાર પણ કર્યા હતા.

મહત્વનું છે કે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે એક વર્ષ થયા પછી 2019માં રાહુલ ગાંધીનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ છે. રાહુલ ગાંધી પોતાના બે દિવસીય પ્રવાસમાં UAEના નેતૃત્વ સાથે વાટાધાટો કરવાની સાથે ભારતીય સમુદાય સાથે પણ વાત કરશે.

મહાત્મા ગાંધીની 150મી જયંતિની ઉજવણીના ભાગ રૂપે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં એક મોટા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મુખ્ય મહેમાન છે.

Leave Comments