કોરોના વાયરસની અસરના કારણે ચીનના શેરબજારમાં ભારે અસર

February 3, 2020 1595

Description

કોરોના વાયરસની અસરના કારણે ચીનના શેરબજારમાં ભારે વેચવાલી થઈ હતી. શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 7.7 ટકા ઘટીને એક વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. 2,500 શેર શેર 10 ટકા ઘટ્યા હતા.

શેનજોન કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 8.5 ટકા ઘટાડો આવ્યો. આ ઘટાડો 13 વર્ષમાં સૌથી વધુ છે. બંને ઈન્ડેક્સમાં ઘટાડાના કારણે રોકાણકારોના 32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ચીનના શેરબજાર રેગ્યુલેટરે કહ્યું છે કે બજારના ઘટાડાથી અસરગ્રસ્ત થયેલી કંપનીઓને 2019ના વાર્ષિક અને 2020ના ત્રિમાસિક પરિણામો જાહેર કરવાના સમયમાં છૂટ આપવામાં આવશે.

જ્યારે કોરોના વાયરસની અસરથી વિશ્વમાં ક્રુડ તેલની કિમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચીન ક્રુડ તેલનું સૌથી વધુ આયાત કર્યા છે. પરંતુ કોરોના વાયરસને કારણે ચીન શટડાઉન થયેલું છે. જેથી આ ક્રુડ ઓઈલ ચીન મંગાવતુ નથી.

Leave Comments