દ.આફ્રિકામાં વિજળીના અભાવે 955 ખાણીયાઓ 36 કલાક ફસાયા

February 3, 2018 2585

Description

દક્ષિણ આફ્રિકામાં વિજળી કાપને કારણે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ છે. સોનાની ખાણમાં 955થી વધુ મજુરો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ વીજળી ગુમ થઈ અને લીફ્ટ બંધ થઈ ગઈ. જેના કારણે 36 કલાકથી પણ વધુ સમય સુધી આ હજારો મજુરો ખાણમાં ફસાઈ ગયા હતા.

આ ઘટના વેલકોમ શહેરની બાજુમાં સિબાનયે સ્ટીલટાવર બીટ્રેક્સ માઈનિંગમાં થઈ હતી. આમાંથી ઘણા જ મજુરોને ડિહાઈડ્રેશન અને હાઈ બ્લડ પ્રેશર થયું હતુ પણ બધા જ મજુરોને હેમખેમ બચાવી લેવાયા છે.

Leave Comments