હ્યુસ્ટનમાં હાઉડી મોદીમાં 9 વર્ષનો બેંગલોરનો બાળક રાતોરાત સ્ટાર બન્યો

September 23, 2019 650

Description

ટેક્સાસના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થયેલા 9 વર્ષનો બેંગલોરનો બાળક રાતોરાત સ્ટાર બન્યો. આ બાળકે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે સેલ્ફી લીધી. એનઆરજી સ્ટેડિયમમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં બંને નેતાઓ હાજર હતા.

જ્યારે મુખ્ય સમારોહ સ્થળ પર બંને નેતાઓ જતા હતા. ત્યારે આ બેંગલોરના સાત્વિક હેગડે નામના આ બાળકના હાથમાં ડોનાલ્ડ ટ્રંપ મોબાઈલ જોઈ જાય છે. અને આ સાત્વિક હેગડેની સાથે સેલ્ફી પાડે છે. બંને નેતાઓની સાથે સેલ્ફી બાદ સાત્વિક હેગડે સ્ટાર બન્યો છે.

Leave Comments