કોવિડ-19ની રસી બનાવવા માટે ડઝન જેટલા દેશો વચ્ચે રેસ લાગી

July 31, 2020 425

Description

કોવિડ-19ની રસી બનાવવા માટે ડઝન જેટલા દેશો વચ્ચે રેસ લાગી છે. 160માંથી 141 પ્રી-ક્લિનિકલ સ્ટેજમાં છે. દુનિયાભરમાં માત્ર 3 રસી એવી છે જે હાલ ફેઝ 3 ટ્રાયલમાં છે. જેમાં 1 છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી- ફાર્મા કંપની અસ્ત્રાજેનેકા દ્રારા સંયુક્ત રીતે ડેવલપ કરાયેલી રસી જેને નામ આપવામાં આવ્યુ છે કોવિશીલ્ડ. જેમાં પરીક્ષણમાં અત્યાર સુધી સફળતાના દાવા કરાઈ રહ્યાં છે. વાનર પર આ રસી અસરકારક સાબિત. તેમાં કોવિડ 19 વિરુદ્ધ ઈમ્યુનિટી ડેવલપ થઈ હોવાનો દાવો. તેનુ ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલ પુર્ણ. ભારત-બ્રાઝિલ સહિતના દેશોમાં ફેઝ 3 ટ્રાયલ શરૂ.

બીજી રસી છે મોડર્ના વેક્સીન. જે અમેરિકન કંપની દ્રારા ડેવલપ કરાઈ છે. તે મેસેન્જર RNA ટેકનીક પર આધારિત છે. વાનર પર રસીના પરિણામ અસરકારક આવ્યા છે. તેમાં ઈમ્યુનિટી સિસ્ટમ ડેવલપ થઈ હોવાનો દાવો.

ત્રીજી રસી છે સાઈનોફાર્મ. જે ચાઈના નેશનલ ફાર્માસ્યુટીકલ ગ્રુપ દ્રારા ડેવલપ કરાઈ છે. જે ટ્રાયલના એડવાન્સ સ્ટેજ સુધી પહોંચી ગઈ છે.તેમાં અત્યાર સુધી સફળતાનો દાવો કરાઈ રહ્યો છે કે 2000થી વધુ લોકો પર સુરક્ષિત પરીક્ષણ કરાયુ છે. વાનર પર રેપ્લીકેટ થતા પણ રોકી શકાયુ છે. હાલ આ તમામ રસીનું મોટા પ્રમાણમાં હ્યુમન ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. સરવાળે કુલ 24 કોવિડ-19 રસી એવી છે જેનું ક્લિનિકલ ટ્રાયલ થઇ રહ્યું છે. એકવાર આ ટ્રાયલ પૂરું થઇ જાય ત્યાર બાદ કંપનીઓ એપ્રુવલ લઇને રસીનું મેન્યુફેક્ચરીંગ શરૂ કરી શકે છે.

 

 

Leave Comments