120 દિવસ અને પાકિસ્તાન થઈ જશે કંગાળ

October 18, 2019 1070

Description

પાકિસ્તાનના ભૂખમરાનું કાઉન્ટડાઇન શરૂ થઇ ચુક્યું છે. હાલ પુરતું તો પાકિસ્તાનને તેના ત્રણ મિત્રોએ મળીને બચાવી લીધું છે. પરંતુ, માત્ર 120 દિવસ બચ્યા છે પાકિસ્તાન પાસે, અને પછી પાકિસ્તાન કંગાળ…

પાકિસ્તાન પર બ્લેક લિસ્ટ થવાનો ખતરો હવે વધી ચુક્યો છે. કેમ કે, અંતિમ ચેતવણી પણ તેને મળી ચુકી છે. એક તો તેની અર્થવ્યવસ્થા પહેલેથી જ ધ્વસ્ત છે ઉપરથી અંતિમ ચેતવણી. ત્યારે જોઇએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો એક ધ્વસ્ત ચિતાર.

હવે જોઇએ કે જો પાકિસ્તાન બ્લેક લિસ્ટ થશે તો ધ્વસ્ત અર્થવ્યવસ્થા કેવી રીતે જમીનદોસ્ત થઇ જશે.? શું હાલત થશે પાકિસ્તાનની. ?

પોતાની ધરતી પર આતંકવાદને પોષનારા પાકિસ્તાનને હવે એફ.એ.ટી.એફ.ના ડરથી આતંકવાદને જ નાથવાનું કામ કરવું પડશે અને એ પણ માત્ર 120 દિવસમાં. આતંકના આકાઓ પાઇએ પાઇના મોહતાજ બની જશે.

જો કે, આટઆટલી પછડાટો ખાધા બાદ પણ પાકિસ્તાન અને પાકિસ્તાનના ઉછેરેલા આતંકવાદીઓ સુધરવાના તો છે જ નહીં એ પણ હકીકત છે. કેમ કે, જો આતંકવાદ પર કાર્યવાહી થશે તો પણ માત્ર બ્લેક લિસ્ટિંગથી બચી જવા સુધીની જ. ત્યાર બાદ ફરી એજ નાપાક હરકતો થવાની જ છે.

Leave Comments