હિઝબુલ મુઝાહિદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકી ગ્રુપ જાહેર

August 17, 2017 2015

Description

અમેરિકાએ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરથી ભારતમાં આતંક ફેલાવતા આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકી ગ્રુપ જાહેર કર્યું છે. કાશ્મીરમાં તાજેતરના મહિનામાં વધતી હિઝબુલની આતંકી પ્રવૃત્તિના કારણે અમેરિકાએ આ ફેંસલો લીધો છે.

અમેરિકાના વિદેશમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હિઝબુલ મુજાહિદ્દીન અનેક હુમલા માટે જવાબદાર છે. ન્યૂઝ એજન્સી મુજબ અમેરિકાના ફાયનાન્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર બુધવારે જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ તેમણે હિઝબુલ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે.

અમેરિકાના ફોરેન ડિપાર્ટમેન્ટનું કહેવું છેકે આતંકી ગ્રુપ જાહેર કરવાથી સંગછન અને વ્યક્તિ ખુલ્લા પડી જાય છે. તેમની અમેરિકન ફાયનાન્સ સિસ્ટમ સુધી પહોંચ ખતમ થઈ જાય છે. ઉપરાંત આ પગલાથી અમેરિકા અને અન્ય સરકારોની એનફોર્સમેન્ટ એજન્સીને મદદ મળે છે.

આ પ્રતિબંધ બાદ હિઝબુલની પાકિસ્તાન અને અમેરિકામાં તેની પ્રોપર્ટી જપ્ત કરી શકાશે. તેની સાથે અમેરિકામાં આતંકી સંગઠન સાથે કોઈપણ પ્રકારની લેણદેણ કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. અમેરિકાનો આ ફેંસલો પાકિસ્તાન માટે મોટો ઝટકો છે.

Leave Comments