સ્પેનના બાર્સેલોનામાં આતંકી હુમલો

August 18, 2017 710

Description

સ્પેનના શહેર બાર્સેલોનાના સિટી સેન્ટરમાં થયેલા હુમલામાં મોટા સમાચાર આવી રહ્યા છે. બાર્સેલોના સુરક્ષા વિભાગે હુમલા બાદ તુરંત જ મોટી કાર્યવાહી કરતા 4 શંકાસ્પદ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે.

આ આતંકી હુમલાની જવાબદારી ISIS દ્વારા લેવામાં આવી છે. ગઇકાલે રાતે બાર્સેલોનામાં થયેલા આતંકી હુમલામાં એક વાન પૂરપાટ વેગે ધસી આવી હતી અને ઘણા લોકોને કચડી નાખ્યા હતા.

આ ઘટનામા 13 લોકોનાં મોત થઈ ગયા છે. તેમજ ઘણા લોકો ઘાયલ થઈ ગયા છે. આ હુમલામાં કોઇપણ ભારતીય નાગરિકને નુકશાન પહોંચ્યુ નથી. હુમલા બાદ તરત જ આસપાસના મેટ્રો અને રેલ્વે સ્ટેશનને બંધ કરાવી દેવામાં આવ્યા હતા.

યુરોપમા 2016 થી જ ગાડી દ્વારા લોકોને કચડવાના હુમલાઓ વધી રહ્યા છે. આ ઘટનાઓમા 100 થી વધુ લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે.

Leave Comments