અમેરિકા પાસેથી ભારતને મળશે 22 સી-ગાર્ડિયન ડ્રોન

August 20, 2017 500

Description

ચીન સાથે ડોકલામ મુદ્દે ચાલી રહેલ જબરજસ્ત તણાવની વચ્ચે હવે ભારત માટે પોતાની સમુદ્રી સીમાઓની સુરક્ષા વધારે મહત્વની બની ગઈ છે… ત્યારે અમેરિકા પાસેથી ભારતને મળનાર 22 સી-ગાર્ડિયન ડ્રોનથી હિંદ મહાસાગરની સુરક્ષાને નવી મજબુતી મળવાની આશા છે… ભારતની સમુદ્રી સીમા 7500 કિ.મી. લાંબી છે.. હિંદ મહાસાગરમાં ચીનના વધી રહેલા દબદબાને જોતાં ભારતને અમેરિકી ડ્રોન મળવું તે ખુબ જ મહત્વની વાત છે… સી-ગાર્ડિયન ડ્રોન અમેરિકા સહિત તેની સહયોગી સેનાઓનું મહત્વનું રક્ષા ઉપકરણ છે… આ ડ્રોનની તાકાતનો અંદાજો તે વાત પરથી જ લગાવી શકાય છે કે તે સતત 40 કલાક સુધી ઉડાણ ભરતાં દુશ્મનની કોઈ પણ હરકત પર નજર રાખવા માટે સક્ષમ છે.

તો બીજી તરફ ભારતને સી-ગાર્ડિયન આપવાના નિર્ણયથી ભારત-અમેરિકાના સંબંધો વધારે મજબુત થશે… તેનાથી અમેરિકામાં 2000 નવી નોકરીઓનું નિર્માણ થશે…. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે ભારતને 2 બિલિયન ડોલર એટલે કે લગભગ 12818 કરોડ રૂપિયામાં સી ગાર્ડિયન ડ્રોન આપવા માટેની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સહેમતિ આપી હતી…

આ ડ્રોનથી હિંદ મહાસાગરમાં ભારતની નજર રાખવાની ક્ષમતામાં તો વધારો થશે જ  સાથે સાથે ચીનની સાથે પાવર બેલેંસ જાળવી રાખવામાં પણ મદદ મળશે… ત્યારે મહત્વની વાત એ છે કે અમેરિકાએ પ્રથમ વખત કોઈ અન્ય દેશને આ ડ્રોન આપવાનો નિર્ણય લીધો છે… કે જે ઉત્તર એટલાંટિક સંધિ સંગઠનનું સભ્ય નથી… આ સિવાય ભારતે પોતાની સુરક્ષામાં વધારો કરવા માટે ઈઝરાયલ પાસેથી 10 હેરોન ડ્રોન ખરીદવા માટેની સમજૂતિ કરી છે… જેની કિંમક 400 મિલિયન ડોલર છે… ઇઝાયેલી હેરોનને સી-ગાર્ડિયનનું પ્રતિસ્પર્ધી પણ માનવામાં આવે છે… ત્યારે અમેરિકા સાથેની ડીલ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છે.

Leave Comments