ફરી એક વખત પીઓકેમાં આઝાદી માટેનું આંદોલન સક્રિય

August 19, 2017 530

Description

પાકિસ્તાન દ્વારા વારંવાર થતા જૂલ્મો સામે એક વખત ફરીથી પીઓકેમાં આઝાદી માટેનું આંદોલન સક્રિય થઈ ગયુ છે. આઝાદી માટે જનદાલીમાં જમ્મુ કશ્મીર રાષ્ટ્રીય છાત્રસંઘ દ્રારા એક રેલી કાઢવામાં આવી હતી. જેમાં આઝાદીના નારા લગાવવામાં આવ્યા હતા.

સ્થાનીય નેતા લીકાંત ખાને કહ્યુ કે પાકિસ્તાન આ જગ્યાની શાંતિ ભંગ કરવા માટે આતંકવાદીઓ મોકલી રહ્યા છે.પીઓકેમાં આઝાદીની માંગ પ્રબળ બની રહી છે.

મે મહિનામાં હજીરા ડિગ્રી કોલેજના વિદ્યાર્થીઓએ પાકિસ્તાન વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા. આ વિરોધ પાકિસ્તાન તરફથી પીઓકેના લોકો પર થઈ રહેલા જૂલ્મો વિરુદ્ધનો ગુસ્સો છે. પાકિસ્તાની સેના આ વિસ્તારના લોકો પર અત્યાચાર કરી રહી છે.

Tags:
POK

Leave Comments