ડોકલામને મુદ્દે ભારતને મળ્યો જાપાનનો સાથ

August 19, 2017 815

Description

ડોકલામને લઈને ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતને જાપાનનો સાથે મળ્યો છે. યુદ્ધઉન્માદી ચીનને ઈશારાથી ચેતવણી આપતા જાપાને કહ્યું કે તાકાતના જોર પર જમીની યથાસ્થિતિ બદલવા માટે કોઈ કોઈ પ્રયાસ ન થવા જોઈએ.

જાપાનના રાજદૂત કેંઝી હીરામત્સે એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં જણાવ્યું કે ડોકલામને લઈને લગભગ 2 મહિનાથી બંને દેશો વચ્ચે તણાવ ચાલું છે, અમારૂ માનવુ છે કે આનાથી ક્ષેત્રની સ્થિરતા પ્રભાવિત થઈ શકે છે.

આવામાં અમે આ તમામ ગતીવિધીઓ પર નજર રાખી રહ્યાં છીએ. આ સાથે જ તેમણે કહ્યું કે બંને દેશો આને વિવાદિત ક્ષેત્ર જ માને છે. અને વિવાદિત ક્ષેત્રમાં આ મહત્વપૂર્ણ બની જાય કોઈ પણ પક્ષે જમીન પર યથાસ્થિતિ બદલવા માટે એકતરફી સૈન્ય ઉપયોગથી બચવું જોઈએ અને શાંતિપૂર્ણ રીતે વિવાદનો ઉકેલ લાવો જોઈએ.

Tags:

Leave Comments