ફરીથી સ્વાઈન ફ્લૂનો કહેર, 9 સ્વાઇન ફ્લૂના કેસ સામે આવ્યા

September 8, 2018 1430

Description

રાજ્યમાં ફરીથી સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ 9 જેટલા સ્વાઇન ફ્લૂના કેસો જોવા મળ્યા છે. રાજ્યના સુરત, કચ્છ, મહિસાગર, સુરેન્દ્રનગરમાં સ્વાઈન ફ્લૂના કેસો જોવા મળ્યા છે. મહિસાગરના વીરપુરમાં સ્વાઇન ફ્લૂના 3 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે તો સુરતમાં કુલ 6 કેસો સામે આવ્યા છે જેને લઇને આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.

તો વીરપુર, સંતરામપુર, ખાનપુરમાં 6થી વધુ શંકાસ્પદ સ્વાઈન ફ્લૂના કેસ જોવા મળ્યા છે. સુરેન્દ્રનગરમાં સરકારી શાળાના શિક્ષકને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે જેઓને અમદાવાદમાં સારવાર અર્થે ખસેડાયા છે.

 

Leave Comments