શિક્ષકોએ આપવી પડશે પરીક્ષા : સજ્જતા ચકાસવા લેવાશે કસોટી

June 14, 2018 6755

Description

રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. જેને લઇને હવે શિક્ષકોએ પણ પરીક્ષા આપવી પડશે. નવા અભ્યાસક્રમ પ્રત્યે સજ્જતા ચકાસવા શિક્ષકોની કસોટી લેવામાં આવશે. શિક્ષણ વિભાગના અગ્રસચિવે કહ્યુ કે જો શિક્ષકને આવડતુ હશે તો જ તે વિદ્યાર્થીઓને સમજાવી શકશે. ભણાવી શકશે.

જે માટે તેઓએ શિક્ષકોને પોતાના વિષયના પુસ્તક વાંચવાની ટકોર કરી છે. મહત્વનુ છે કે રાજ્યમાં એવા ઘણા ગામો છે, એવી ઘણી શાળાઓ છે , જ્યાં ધોરણ 7ના વિદ્યાર્થીઓને વાંચતા પણ નથી આવડતુ . તેમ છતાં પાસ કરી દેવાય છે..જેની પાછળ જવાબદાર છે શિક્ષકોમાં જ્ઞાનનો અભાવ. જો શિક્ષણ જ ભણેલો અને સુશિક્ષિત નહી હોય તો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવશે..

Tags:

Leave Comments