અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોફાની તત્વો દ્વારા તોડફોડ

January 31, 2019 3755

Description

અમેરિકાના કેન્ટકી રાજ્યના લુઈસવિલે શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. કેટલાંક તોફાની તત્વો દ્વારા મંદિરમાં ભગવાનના મુખ પર કાળો સ્પ્રે છાંટવામાં આવ્યો હતો. સાથે જ મંદિરના ફર્નિચર તેમજ મંદિર પરિસરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

સાથે જ મંદિરની દિવાલો પર ધાર્મિક ઉષ્કેરણી જનક લખાણો પણ લખવામાં આવ્યા હતા. મંદિરના દરવાજા પર ખ્રિસ્તી ધર્મના પ્રતિક ક્રોસનું નિશાન બનાવવામાં આવ્યું.તો હુમલાખોરો દ્વારા મંદિરમાં રાખેલી ખુરશીમાં છરી ઘુસાડીને ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. મંદિરમાં થયેલા વંશીય હુમલાને પગલે ભારતીય સમુદાયમાં રોષ અને આઘાતની લાગણી જોવા મળી રહી છે.

Leave Comments