સુંદરતા પર બરફના તોફાનનું રાજ

November 21, 2020 440

Description

ખુબસુરતી હંમેશા ખતરનાક હોય છે. આ વાક્યોની આજે હકિકત તમને જણાવી છે. બધાને વાદીઓમાં ફરવા જવાનો શોખ હશે. બર્ફીલા પહાડો પર ઉંચાઇને આંબવાનો શોખ હશે. પરંતુ, અત્યારે આ પહાડોનો મિજાજ કંઇક અલગ છે. એમ કહો કે, આ કુદરતની સુંદરતા અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચુકી છે. કેમ કે, અત્યારે આ સુંદરતા પર એક તોફાનનું રાજ છે. અને એ છે બરફનું તોફાન.

વિશ્વના ઘણા એવા દેશો છે જ્યાં મહિનાઓ પહેલા જ શિયાળીની શરૂઆત થઇ ચુકી છે.. કેટલાય દેશોમાં બરફના તોફાનની શરૂઆત થઇ ગઇ છે. ખાસ કરીને કુદરતના ક્રોધનો સામનો આજે રશિયા કરી રહ્યું છે. સ્થિતિ કેટલી ખતરનાક છે એ તમારી જ નજરે જુઓ

રશિયા નહીં, ભારતમાં પણ માહોલ કંઇક આવો જ છે. કુદરતની સુંદરતા શું હોય છે એ અત્યારે ભારતના પહાડી વિસ્તારોમાં જવાથી ખ્યાલ આવશે. ઉંચા ઉંચા પહાડો એક સમયે લીલાછમ હતા તે, હવે અત્યારે બરફની ચાદરમાં ઢકાય ગયા છે. દ્રશ્યો એવા છેકે, તમને પણ મન થઇ જાય ફરવાનું.

Leave Comments