સંદેશ વિશેષ -રાજકીય ધમાસાણ -27.02.2021

February 27, 2021 170

Description

દેશમાં એ પાંચ રાજ્યો જ્યાં સતાસંગ્રામનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે.  તમિનાડું, કેરળ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ અને આસામ ત્યાં મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ નીત નવા ખેલ ગોઠવી રહી છે. ચૂંટણી માત્ર આ પાંચ રાજ્યોમાં યોજાઈ રહી છે પણ એનો જોરશોર સમગ્ર દેશમાં સંભળાઈ રહ્યો છે.

દેશના પાંચ રાજ્યો જ્યાં ચૂંટણી થઈ રહી છે. આ પાંચેય રાજ્યોમાં મોટા રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ કરતાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ વધારે છે. જો કે હવે જોવું રહ્યું કે મોટા રાજકીય પક્ષોના ઝંઝાવાતી પ્રચાર સ્થાનિક પક્ષો અને સ્થાનિક મતદારો પર પોતાનો વજન રાખી શકે છે કે નહીં.

બંગાળનું ચૂંટણી ગણિત સમજ્યા બાદ જો હવે દક્ષિણના રાજ્ય પર નજર કરીએ તમિલનાડું અને કેરળનું રાજકીય ગણિત સમજવું પડે. જ્યાં પણ બંગાળની જેમ મોટા રાજકીય પક્ષો ક્યારેય હુકમનું પાનું નથી બની શકતાં. હરહંમેશ પ્રાદેશિક પાર્ટીઓ જ આ બંને રાજ્યોને ચલાવતી આવી છે.

 

Leave Comments

News Publisher Detail