અબજોની કમાણી અને લાઇમ લાઇટની દુનિયા એટલે બોલિવૂડ

October 9, 2020 740

Description

અબજોની કમાણી અને લાઇમ લાઇટની દુનિયા બોલિવૂડ. આજકાલ બોલિવૂડ જાણે ચર્ચાનું કારણ બની ગયું છે. ક્યારેક ડ્રગ્સનો વિવાદ તો, ક્યારેક નેપોટિઝ્મ. રોજ નવા નવા ખુલાસાઓ બોલિવૂડના પાયાને હલાવી રહ્યા છે. અને હવે મુદ્દો છે પરિવર્તનનો. શું છે પરિવર્તન અને કેમ ચર્ચાનો મુદ્દો બન્યો છે. જોઇએ બ્રેક બાદ.

બોલિવૂડમાં ખબર નહીં જાણે શું થઇ જાય છે. અચાનક જ રુપેરી પડદા પર કોઇ નવા ચહેરાની એન્ટ્રી થઇ જાય છે. તો, અચાનક જ આ ચકાચોંધ કરનારી ઇન્ડસ્ટ્રીઝને અચાનક જ છોડીને જતા રહે છે. ધર્મના નામ પર ઇન્ડસ્ટ્રીઝ છોડવાની એક બાદ એક બનતી ત્વારિખ જાણે ઇન્ડસ્ટ્રીઝમાં કંઇક નવો જ ટ્રેન્ડ લાવી રહી છે. પહેલા ઝાઇરા વસીમ અને હવે સના ખાન. સના ખાને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ એક જ ઝટકામાં છોડી દીધી. કારણ ધર્યું ધર્મનું.

સના ખાન એક માત્ર નામ નથી. આ પહેલા પણ ઘણા એવા નામો સામે આવ્યા છે જેમના કારણે બોલિવૂડની ઇન્ડ્સ્ટ્રીઝમાં ગ્લેમરની જાણે અછત જોવા મળી છે. હકિકતે આ તમામ એક્ટ્રેસએ ધર્મના નામ પર જ બોલિવૂડનો ત્યાગ કર્યો પણ તમામના કારણ અલગ અલગ જ હતા.

Leave Comments