ચીન પોતાના દેશમાંથી બીજો ધર્મ જ ખતમ કરી દેશે

October 17, 2020 665

Description

આજે સૌથી પહેલા તમારા માટે એક સવાલ. આજે તમે એક ક્ષણ માટે એક એવા રાજ્ય કે, પ્રાંતની કલ્પના કરો જે, આકારમાં દુનિયામાં સૌથી મોટું પ્રાંત છે જેનો આકાર પાકિસ્તાનથી દોઢ ગણો અને અને બાંગ્લાદેશથી 12 ગણો વધારે છે. એવું ક્યું પ્રાંત છે જે પ્રાંતની કુલ આબાદીમાંથી 50 ટકા લોકો ઇસ્લામને માનનારા છે.

છતા, મુસ્લિમ આબાદીની બહુમતિ હોવા છતા પણ આ રાજ્યમાં મુસ્લિમોનો નરસંહાર થાય છે. મુસ્લિમોને લાંબી દાઢી રાખવા પર પ્રતિબંધ છે, રોઝા રાખવા પર પણ પ્રતિબંધ છે, મહિલાઓને બુરખો પહેરાવની પરવાનગી નથી. એટલું જ નહીં મુસ્લિમોને ધાર્મિક તહેવાર ઉજવવાની પણ પરવાનગી નથી. આ રાજ્ય છે શિનજિયાંગ અને આ દેશ છે ચીન.

હાં ચીન, એક માત્ર એવો દેશ છે જ્યાં મુસ્લિમોને માણસ નહીં પરંતુ, જાનવર સમજવામાં આવે છે. નરસંહાર કરવામાં આવે છે. એટલા પ્રતાડિત કરવામાં આવે છેકે, અહીંના મુસ્લિમોને બાળકોને જન્મ આપવાની પણ છૂટ નથી. હવે સવાલ એ છેકે, આ પ્રાંતમાં મુસ્લિમોની આટલી બધી બહુમતિ હોવા છતા પણ કેમ આટલો અન્યાય. એનો જવાબ આ અહેવાલમાં છે.

મુસ્લિમો પર આ નરસંહાર આજકાલનો નથી. ચીન હકિકતે આ મુસ્લિમોની અસલી ઓળખને જ ખતમ કરવા માગે છે. ચીન આ તમામ મુસ્લિમોને પોતાના હાન સમાજનો ભાગ બનાવવા માગે છે. એટલે કે, ચીન પોતાના દેશમાંથી બીજો ધર્મ જ ખતમ કરી દેવા માગે છે.

Leave Comments