સંદેશ વિશેષ -કિલર કમાન્ડો-28.10.20

October 28, 2020 125

Description

લડાઇ જ્યારે કાબુ બહાર જતી રહે.. હાર-જીતનું યુદ્ધ સ્વાભિમાનની લડાઇ બની જાય.. ત્યારે દેશનો એકો એક નાગરિક યોદ્ધા બની જતો હોય છે.. આજે વાત એક એવા કિલર કમાન્ડોની જે દેશની સર્વોચ્ચ ખુરશી ધારણ કરનારાના અર્ધાંગિની છે.. જે પોતાના દેશની સુરક્ષા માટે અને પોતાના દેશની આબરુ બચાવવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા છે.. આજે વાત એ જ કિલર કમાન્ડોની જેની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે..

જબ બેટી ઉઠ ખડી હોતી હૈ.. તબ વિજય બડી હોતી હૈ.. આમ તો, ડાયલોગ ફિલ્મનો છે.. પરંતુ, આજે હકિકતમાં પરિવર્તિત થવા જઇ રહ્યો છે.. કેમ કે, આજે પોતાના દેશની રક્ષા કરવા.. પોતાના નાગરિકોની રક્ષા કરવા.. પોતાની જ આત્મસુરક્ષા માટે એક શક્તિએ હથિયાર ધારણ કર્યા છે..

અઝરબૈજાન અને આર્મેનિયા બન્ને દેશો એકબીજાના લોહી તરસ્યા બની ચુક્યા છે.. ઇંટનો જવાબ પત્થરથી આપી રહ્યા છે.. એક નાના એવા જમીનના ટુકડા માટે આ બન્ને દેશો પાણીની જેમ લોહી વહાવી રહ્યા છે.. અને હવે તો, ખુદ આર્મેનિયાના પ્રધાનમંત્રીના પત્ની જ યુદ્ધના મેદાનમાં ઉતરી આવ્યા છે..

પરંતુ, આ યુદ્ધનું પરિણામ શું આવ્યું.. આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ખેલાયેલા ખુની સંઘર્ષનું પરિણામ શું આવ્યું… બન્ને દેશમાં અત્યાર સુધીમાં હજારો લોકો વગર કારણે મોતના મુખમાં ધકેલાય ગયા છે..

Leave Comments