સંદેશ વિશેષ – બાબર કોણ? – 09.09.2020

September 9, 2020 350

Description

બાબરના નામ પર દેશમાં ફરી એક યુદ્ધ છેડાયું છે. આમ તો, આ યુદ્ધ દેશનું નહીં એક સરકાર અને એક ખ્યાતનામ અભિનેત્રી વચ્ચેનું છે. પરંતુ, આખા દેશની નજર આ યુદ્ધ તરફ મંડાણી છે. એક તરફ દેશની આર્થિક રાજધાનીને પાકિસ્તાનના અંગ ગણાવવા પર બબાલ છે. તો, બીજી તરફ આ જ નિવેદનને લઇને કરવામાં આવેલી બદલાની કાર્યવાહી છે. આજે વાત એ જ વિવાદની જેનાથી ફરી 21મી સદીમાં બાબરની બબાલ શરૂ થઇ છે.

જહીરુદ્દીન મુહમ્મદ બાબર. મુગલ વંશનો ક્રુર શાસક. ઇતિહાસકારોનું માનીએ તો, 1528માં બાબરના સેનાપતિ મીર બકીએ અયોધ્યામાં રામમંદીર તોડીને મસ્જિદ બનાવી હતી. બાબર મનુષ્યને મનુષ્ય નહીં, જાનવર સમજતો. બાબર કટ્ટર અને ક્રુર હતો. પોતાની સામે કોઇને પણ ટકવા ન દેતો. કોઇ ખતરો બને એ પહેલા જ તેનો વિનાશ કરી દેતો. પરંતુ, આ બધુ અત્યારે કેમ. એવું તો, શું થયો કે, સદીઓ જૂના આ ક્રુર શાસકને દેશ ફરી યાદ કરવા લાગ્યો. ખાસ કરીને મહારાષ્ટ્ર. એક ઘટનાને પણ કંઇક એવી રીતે સરખાવવામાં આવી છે. એક અભિનેત્રીના દાવા અનુસાર. બાબર પોતાની સેના લઇને આવ્યો અને રામમંદિર તોડીને ફરી ઇતિહાસનું પુનરાવર્તન કરી ગયો.

કાર્યવાહી કરવી જોઇએ. આવી જ કરવી જોઇએ. પરંતુ, બદલાની ભાવનાથી નહીં, કોઇ વ્યક્તિને નીચા દર્શાવવા માટે નહીં. થઇ આવું જ રહ્યું છે. BMCનું આ પક્ષપાતિ વલણ આવનારા સરકારની સામે બોલનારા માટે એક મોટી ચેતવણી છે.

છેલ્લા ઘણા દિવસોથી મુંબઇ જાણે રાજકીય અખાડો અને યુદ્ધનું મેદાન બની ગયું છે. આ યુદ્ધની શરૂઆત થઇ સુશાંતસિહં રાજપુતના આપઘાત બાદ. જેમ જેમ દિવસો જતા ગયા એમ એમ આ કેસમાં નવા વળાંક આવતા રહ્યા. જેમાં સૌથી મોટો નાટકિય વળાંક આવ્યો કંગના રણૌતની એન્ટ્રી સાથે. કંગના હંમેશાથી સુશાંત આપઘાત કેસ મામલે કોઇના કોઇ રીતે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસ પર યોગ્ય કાર્યવાહી ન કરવાના આરોપ લગાવતી રહી. પરિસ્થિતિ એવી આવી ગઇ કે, સુશાંત કેસ જાણે કંગના રણૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે અહમની લડાઇમાં તબ્દીલ થઇ ગયો.

Leave Comments