ગુજરાતમાં એક જીવની સરકારી કિંમત છે ચાર લાખ રૂપિયા

November 27, 2020 740

Description

દેશ સામે અત્યારે બે સૌથી મોટી મુસિબતો છે. એક તો, મહામારી અને બીજી દેશમાં જ ઉદ્દભવી રહેલી આગ. આજે વાત કરવી છે આગની. એ આગ જે ક્યાંક વિરોધના રૂપમાં છે તો, ક્યાંક બેદરકારીના રૂપમાં. એ આગ જે ક્યાંક હક માટે લગાડવામાં આવી છે અને ક્યાંક કણસતા દર્દીઓને ભડથુ કરવા માટે.

હકિકત છે. જ્યાં જુઓ ત્યાં લોકોના મનમાં આગ જ છે. ક્યાંક હકની લડાઇ માટે આગ છે. તો ક્યાંક વિરોધની આગ છે.

સૌથી પહેલા વાત એ આગની જે હાલમાં દેશની રાજધાનીને હચમચાવી રહી છે. એક કાયદાના વિરોધમાં શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે ક્યારે હિંસક ઘર્ષણમાં પરિવર્તિત થઇ ગયું ખબર જ ન પડી. આજે દિલ્હીની બોર્ડરો સીલ છે અને એ માત્રને માત્ર વિરોધ કરવા આવતા ખેડૂતો માટે.

આ આખો વિવાદ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા કૃષિ બીલને લઇને છે. શા માટે આ બીલનો વિરોધ થઇ રહ્યો છે અને એવું તો, આ કાયદામાં શું છે જેના કારણે ખેડૂતો રસ્તા પર છે આખુંય ચક્ર અહીં સમજો.

ગુજરાતમાં એક જીવની સરકારી કિંમત છે ચાર લાખ રૂપિયા. તમારો કોઇ સ્વજન સરકારની બેદરકારી કે, અન્ય કોઇ રીતે મૃત્યુ પામે તો, સરકાર પાસે તેમની એક કિંમત છે. એ કિંમત સહાયના નામે તમને આપી દેવામાં આવે. દિવસો પસાર થાય અને બધુ ભુલાય જાય. પરંતુ, નિંદનિય અને ધ્રુણાસ્પદ વાત તો, એ છેકે, એક પરિવાર પોતાનો સ્વજન ગુમાવી દે ત્યારે સરકારના અધિકારીઓ કે, નેતાઓ સાંત્વના પાઠવવાના બદલે ભાન ભુલીને નિવેદન કરે. ફરીથી એક આગની ઘટના બની છે. મૃતકોના પરિજનોને સહાય ચુકવાય છે અને બધુ બરાબર થઇ ગયું છે.

બસ આ શબ્દો સાથે અને આજના આ વિશેષ સાથે આપનાથી વિદાય લઇએ. એ પહેલા રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં જે પાંચ લોકોના મૃત્યુ થયા છે. એ મૃતકોની આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના સાથે વિદાય લઇએ અને પ્રાર્થના કરીએ ભગવાનને કે ભવિષ્યમાં આવી ગોઝારી ઘટનાથી માનવતાને રુબરુ ન કરાવે.

Leave Comments