આ દિવાળીએ નીકળશે ચીનનું દેવાળું

October 17, 2020 770

Description

જે કરવાનું હતું એ કરી બતાવ્યું. પહેલીવાર રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા અનેક તહેવારોમાં ચીનની સામગ્રીનો બહિષ્કાર થયો. પહેલીવાર ચીન ભારતમાં કમાણી કરવાના બદલે ખોટ ખાઇ ગયું. અને હજુ પણ આ જ રીતે આગળ વધવાનું છે. ગત તહેવારોમાં ચીનને 5 હજાર કરોડ રૂપિયાનું નુક્સાન થયું અને હવે આવનારી દિવાળીમાં ચીનને ઓછામાં ઓછું 40 હજાર કરોડ રૂપિયાના નુક્સાનની આશંકા છે. એટલે કે, આ દિવાળીએ ચીનનું દેવાળું નક્કી છે.

આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન હવે દુર નથી. લદ્દાખમાં ભારત સાથે જે અવળચંડાઇ ચીન કરી રહ્યું છે, તેનો જવાબ તેની જ ભાષામાં આપવા માટે ભારત પણ આતુર છે. એક બાદ એક લેવાયેલા નિર્ણયથી ચીન બેબાકળું તો, બની ગયું છે. પરંતુ, આદતથી મજબૂર છે એટલે અવળચંડાઇ છોડી રહ્યું નથી. ચીનની બરબાદીનું રોડમેપ તૈયાર થઇ ગયો છે. હવે બસ રાહ છે તો, ભારતના એક્શનની.

Leave Comments