સંદેશ વિશ્લેષણ – 27.07.2021

July 27, 2021 425

Description

આસામ અને મિઝોરમ વચ્ચે 164.6 કિલોમીટર લાંબી સરહદ પર ચાલી રહેલો જમીન વિવાદ હિંસક બન્યો છે.. ખૂની ખેલમાં પોલીસના 6 જવાનોના મોત થયા છે.. જ્યારે 50થી વધુ જવાનોને ઇજા થઇ છે.. સરહદે આવેલી વિવાદિત જમીનમાં આસામ અને મિઝોરમના સ્થાનિકો અને પોલીસ સામ સામે આવી ગયા હતા. બંને તરફથી લાકડીઓ ડંડા દ્વારા હુમલો કરવામાં આવ્યો.. લોકો દ્વારા પોલીસની ગાડીઓની પણ તોડફોડ કરવામાં આવી.. હિંસાને પગલે બંને રાજ્યોની સરહદ પર જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.. બંને રાજ્યોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે.. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા 25 જુલાઇએ જ બંને રાજ્યોને આ વિવાદનો શાંતિથી ઉકેલ લાવવા જણાવાયુ હતું.. હિંસાને પગલે હવે બંને રાજ્યોના સીએમએ કેન્દ્રને આ બાબતમાં હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે..

Leave Comments

News Publisher Detail