અમેરિકાના હ્યુસ્ટન ખાતે PM મોદીએ અને ડોનાલ્ડ ટ્રમ્પે સાથે મળીને લોકોનું અભિવાદન ઝીલ્યું

September 23, 2019 1280

Description

હાઉડી મોદી કાર્યક્રમમાં PM મોદીએ સંબોધન કર્યું હતુ. જેમાં PM મોદીએ જણાવ્યું હતુ કે આ દ્ગશ્ય અને માહોલ અકલ્પનીય છે. આજે નહી હિસ્ટ્રી અને કેમેસ્ટ્રી બની રહી છે. આ 130 કરોડ ભારતવાસીનું સન્માન છે.  હાઉડી મોદીનો જવાબ, ભારતમાં બધા જ મજામાં છે.

આ મોદી એકલો કશું જ નથી. જુદી જુદી ભાષા અમારી સમૃદ્ધતાની ઓળખ છે. વિવિધતામાં એક્તા જ ભારતની ઓળખ છે. અહીં હાજર લોકો અમારી પરંપરાના પ્રતિનિધિ છે.

18 કરોડ યુવાનોએ પહેલી વખત મતદાન કર્યું છે. આજે ભારતનો સૌથી ચર્ચિત શબ્દ વિકાસ છે. આજે ભારતનો સૌથી મોટો મંત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ છે.

આજે ભારતનો સૌથી મોટો સંકલ્પ ‘ન્યૂ ઈન્ડિયા’ છે. 60 વર્ષ બાદ કોઈ સરકાર ફરીથી બહુમતિ સાથે આવી છે. 2019ની ચૂંટણીમાં તમામ લોકોનું સક્રિય યોગદાન રહ્યું છે. 5 વર્ષમાં 11 કરોડથી વધુ શૌચાલય બનાવ્યા છે.

સૌથી ઓછી કિંમતમાં ડેટા ભારતમાં ઉપલબ્ધ કરાવ્યા છે. આજે ટેક્સ રિફંડ 10 દિવસમાં ખાતામાં જમા થાય છે. એક દિવસમાં 50 લાખ લોકોએ ઈન્કમ ટેક્સ ભર્યો છે. આજે 24 કલાકમાં કંપની રજિસ્ટર થાય છે.

ભારત પોતાની સાથે જ હરિફાઈ કરી રહ્યું છે. 70 વર્ષ જૂની એક મોટી સમસ્યાને ભારતે દુર કરી છે. કલમ 370 મામલે હ્યુસ્ટનમાં PM મોદીએ જણાવ્યું હતુ કે ભારતે કાશ્મીરમાં કલમ 370ને દુર કરી જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને સમાન અધિકાર મળ્યો છે.

 

Leave Comments