સમગ્ર વિશ્વમાં ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ ઠપ્પ, લોકોએ ટ્વીટર પર બળાપો કાઢ્યો

November 28, 2019 905

Description

આજે ફરી એકવાર ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ ઠપ્પ થઈ ગયા હતા. લગભગ 2 કલાકથી પણ વધારે સમય સુધી ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામમાં પ્રોબ્લમ આવી રહ્યો હતો. જેના કારણે મોટા ભાગનાં યુઝર્સને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.

ઘણા યુઝર્સના ઇન્સ્ટા હેન્ડલ્સમાં આ પ્રોબ્લેમ જોવા મળ્યો નથી. જ્યારે અન્ય કેટલાક યુઝર્સના જણાવ્યા પ્રમાણે, એપના અમુક ફંક્સન કામ કરતા નથી. જેમાં યુઝર્સ અન્ય કોઇ યુઝરની પ્રોફાઇલ જોઈ શકતા નથી. આ ઉપરાંત સ્ટોરી મૂકવામાં પણ ઘણા યુઝર્સને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

એક રિપોર્ટ પ્રમાણે, ઇન્સ્ટાગ્રામમાં 74 ટકા લોકોને ન્યૂઝ ફીડમાં પ્રોબ્લેમ છે. જ્યારે 14 ટકા લોકોને સ્ટોરી સેક્શનમાં તો 10 ટકા લોકોને વેબસાઈટમાં પ્રોબ્લેમનો સામનો કરવો પડી રહ્યો છે.

જ્યારે ફેસબુકમાં 65 ટકા લોકોને લોગ-ઇન કરવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 22 ટકા લોકો કોઇના ફોટા જોઇ શકતા નથી તો 11 ટકા લોકોનું ફેસબુક ટોટલી બ્લેન્ક થઈ ગયું છે.

Leave Comments