ગીરમાં અત્યાર સુધીમાં 21 સિંહોના મોત : વન વિભાગ

October 1, 2018 2015

Description

સાસણ-ગીર જંગલમાં સિંહોના મોતનો આખરે વન વિભાગે પણ સ્વિકાર કરી લીધો છે. વન વિભાગે સત્તાવાર આંકડા જાહેર કરતાં કહ્યું કે, 12 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 21 સિંહના મોત થયા છે. 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધીમાં 11  જ્યારે 20થી 30 સપ્ટેમ્બર વચ્ચે વધુ 10 સિંહના મોત થયા છે. જે પૈકી 7 સિંહ જંગલમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. તો 14 સિંહના સારવાર દરમ્યાન મોત નીપજ્યાં છે.

દલખાણીયા અને જસાધાર રેન્જમાં અત્યાર સુધીમાં 140 ટીમ દ્રારા કુલ 600 સિંહનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.  નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, સરસીયા વિસ્તારમાં પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જોવા મળ્યું. સાથે જ 4 સિંહના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું છે. તો વન વિભાગે સિંહના રક્ષણ માટેની કામગીરીને લઇને દાવો કર્યો છે કે, ગુજરાતની શાન સિંહને બચાવવા માટે અમેરિકાથી વેક્સીન મંગાવાશે. સાથે જ દેશભરમાંથી ઝૂના નિષ્ણાંતોને બોલાવીને ફરી તપાસ કરવામાં આવશે.

Leave Comments