અમેરિકાના જ્યોર્જીયામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા

October 24, 2018 590

Description

અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા થઇ છે. કડીના ગણેશપુરાના રહેવાસી પ્રફુલ પટેલ નામના યુવકે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જ્યોર્જીયા નજીક સ્ટોરમાં લૂંટના ઇરાદે અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની માહિતી મળી રહી છે.

22 વર્ષથી મૃતક પ્રફુલ પટેલ પરિવાર સાથે અમેરિકામાં રહે છે. પ્રફુલ પટેલનો પરિવાર સામાજિક પ્રસંગે વતન આવ્યો હતો. પરંતુ ઘટનાની જાણ થતાં જ પરિવાર અમેરિકા જવા રવાનો થયો છે.

Leave Comments