કોરોના વેક્સિનનાં પહેલા ડોઝ બાદ 21 હજારથી વધુ લોકો સંક્રમિત

April 22, 2021 15080

Description

કોરોના વેક્સિનની પહેલી ડોઝ લીધા બાદ 21 હજારથી વધુ લોકો વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે 5,500થી વધુ લોકો બીજો ડોઝ લીધા બાદ સંક્રમિત થયા છે આ જાણકારી કેન્દ્રએ આપી છે. કેન્દ્રીય ફાર્માસ્યુટિકલ સચિવ ડોક્ટર બલરામ ભાર્ગવનું કહેવું છે કે 17 લાખ 37 હજાર 178 લોકોએ કોવેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. જેમાંથી 0.04 ટકા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેની સામે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેનારા 1 કરોડ 57 લાખ 32 હજાર 754 લોકોમાં થી 0.057 ટકા લોકો વાયરસથી સંક્રમિત થયા છે. ભાર્ગવનું કહેવું છે કે કોરોનાની રસી સંક્રમણના ખતરાને ઓછું કરે છે. સાથે તે લેવાથી ગંભીર સંક્રમણ અને મૃત્યુને ટાળી શકાય છે. તેઓનું કહેવું છે કે જો રસીકરણ બાદ જો સંક્રમણ થાય તો તેને ભેદી સંક્રમણ કહી શકાય છે. ત્યારે હાલની સ્થિતિમાં 10 હજાર લોકોમાં 2થી 4 લોકોને ભેદી સંક્રમણ થયું છે. જેની સંખ્યા ખુબ ઓછી છે. નીતિ આયોગના સભ્ય વી.કે.પોલનું કહેવું છે કે રસી લીધા બાદ પણ જોખમ તો છે જ તેથી યોગ્ય રીતે કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવું જોઇએ. કોવેક્સિન લીધા બાદ કેટલાને કોરોના ?

Leave Comments

News Publisher Detail