ખેડૂતોને બજાર-ટેકાના ભાવનો તફાવત સરકાર ચુકવશે

September 12, 2018 2960

Description

ખેડુતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ખેડુતોને કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી છે. ખેત પેદાશો અંગે કેન્દ્ર સરકારે નવી નીતિ બહાર પાડી છે. કેન્દ્રીય કેબિનેટે અનાજ ખરીદની નીતિ પર મહોર મારી દીધી છે. પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે.

એમ.એસ.પી થી કિંમત નીચે જવા પર નુકશાનની ભરપાઈ સરકાર કરશે. બજારભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત કેન્દ્ર સરકાર ચુકવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારોને અન્ય વિકલ્પ મળશે.. ટેકાના ભાવ માટે રાજ્ય સરકરાને ત્રણ વિકલ્પ મળશે. મગફળી, રાયડો, સોયાબીન અને તલના પાકમાં ખેડુતોને લાભ મળશે.

Leave Comments