અમેરિકાના હ્યુસ્ટનથી હાઉડી મોદી કાર્યક્રમની જુઓ ઝાંખી

September 22, 2019 1490

Description

અમેરિકાના હ્યુસ્ટનથી હાઉદી મોદી કાર્યક્રમની જુઓ ઝાંખી. PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટન જવા રવાના થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં થનારા હાઉડી મોદી કાર્યક્રમ પર ભારત સહિત પુરી દુનિયાની નજરો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ કાર્યક્રમમાં હાજરી આપશે તેના કારણે આ કાર્યક્રમનું મહત્વ ઘણું વધી ગયુ છે. તેઓ હાઉડી મોદી કાર્યક્રમમાં 100 મિનિટ સુધી રહેશે અને તેઓ 30 મિનિટ સુધી ભાષણ આપશે.

આ કાર્યક્રમ માટે તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. આશા છે કે અહીં પર 50 હજારથી વધારે લોકો મોદી અને ટ્રમ્પને સાંભળવા આવશે. મોદી અમેરિકાની એક અઠવાડિયાની લાંબી વિદેશ યાત્રાએ છે. ત્યારબાદ તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે.

Leave Comments