જવાનોની સાથે એક યાદગાર રહે તેવો દેશભક્તિનો કાર્યક્રમ ‘હિંંદ રક્ષક’

February 13, 2020 1910

Description

સંદેશ દ્વારા દેશનાં વીરો અને દરેક પરિસ્થિતિમાં ખડેપગે દેશની રક્ષામાં ઉભા રહેતાં જવાનોની સાથે એક યાદગાર રહે તેવો દેશભક્તિનો કાર્યક્રમ ‘હિંંદ રક્ષક’ યોજવામાં આવ્યો છે. સંદેશ સલામ કરે છે, દેશનાં તમામ રક્ષકોને જેમણે દેશ માટે જીવ આપવા પણ પાછી પાની નથી કરી.

જવાનોને યાદ કરતા આ કાર્યક્રમ માટે સંદેશ ન્યૂઝના ચેનલ હેડ વિવેક ભટ્ટ અને ટીમ દ્વારા જમ્મુ કાશ્મીરના દસ હજાર ફુટ ઉંચા બરફના પહાડો પર લગભગ માઇનસ 30 ડિગ્રીના તાપમાન પર આ કાર્યક્રમનું શુટિંગ કરવામાં આવ્યું છે.

જેમાં દેશના સીઆરપીએફના જવાનો દિવસ રાત ખડે પગે દેશની સેવા કેવી રીતે કરી રહ્યાં છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સંદેશની ટીમ 118 સીઆરપીએફની બટાલીયન સુધી પહોંચી હતી. અને તેમની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમજ લવ રિસ્પેક્ટ અને સલામની મુહિમ હેઠળ બાળકો દ્વારા તૈયાર કરાયેલ ચિત્રો અને સંદેશા સીઆરપીએફના જવાનોને આપવામાં આવ્યા હતા.

Leave Comments