ગઢડામાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં ગોપીનાથ મંદિરના સાધુ ભાનુપ્રકાશ સામે રોષ છે. તેમાં ભાનુપ્રકાશના વાયરલ વીડિયો મુદ્દે બંધનું એલાન છે. જેમાં જ્ઞાતિ વિરૂદ્ધ ટિપ્પણી કરવા મુદ્દે વેપારીઓમાં રોષ છે.
હવે LRD પુરૂષો લડી લેવાના મૂડમાં છે. જેમાં છેલ્લા 20 દિવસથી વિરોધ કરી રહ્યા છે. જેમાં આજથી 72 કલાક સુધી અન્નનો ત્યાગ કરશે. તેમાં ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ થઇ રહ્યો છે. 1 વર્ષથી વિવિધ રીતે આંદોલન કરે છે. જેમાં આત્મવિલોપન બાદ હવે અન્ન ત્યાગ કરશે. હવે LRD પુરૂષ નોકરી માટે જંગે ચઢ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઇ છે. જેમાં ઉનાની ચીખલીમાં મરઘીઓમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે. તેમાં 13 દિવસે અગાઉ 18 મરઘીના મોત થયા હતા. તથા ચીખલીમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતા જિલ્લા તંત્રમાં દોડધામ થઇ છે.
ગાંધીનગરમાં મનપાના કોર્પોરેટર અને પૂર્વ નેતા વિપક્ષ અને ક્લાર્ક વચ્ચે થયેલા લાફાકાંડના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમા કોર્પોરેટરની તુમાખી સ્પષ્ટ જોઈ શકાય છે. પૂર્વ કોર્પોરેટર હાલ પદ પર નથી છતા આટલો રોફ બતાવી રહ્યા છે તો તેઓ પદ પર હશે ત્યારે શું કરતા હશે. તે પણ વિચારવા પ્રેરે તેવી બાબત છે. ગાંધીનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના […]
Leave Comments