પુણેની સીરમ ઇન્સ્ટિટ્યુટમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે

January 21, 2021 1190

Description

કોરોના સામેની લડાઈમાં રસી બનાવવાનું કામ કરી રહેલી પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે છે. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના ટર્મિનલ 1 ગેટ પર આગ લાગી ગઈ છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાસ્થળે પહોંચેલી ગાડીઓ આગ ઓલવવામાં લાગી છે. ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટમાં જ કોવિશીલ્ડ બનાવવામાં આવી રહી છે, જે ભારત સહિત અનેક દેશોને આપવામાં આવશે.

Leave Comments

News Publisher Detail