જેટ એરવેઝ પર આર્થિક સંકટ, 1100 પાઈલટ્સ હવે વિમાન નહીં ઉડાડે

April 15, 2019 2630

Description

આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલી જેટ એરવેઝ માટે આજનો દિવસ ઘણો મહત્વપૂર્ણ છે. બેન્કોએ 1500 કરોડ રૂપિયાની મદદ માટે જેટના મેનેજમેન્ટ પાસેથી એક નવી દરખાસ્ત માંગી હતી. આ મુદ્દે બંને પક્ષકારોની બેઠક યોજાનાર છે. તેના પરિણામ પર એરલાઈનના કર્મચારીઓના વલણનો આધાર રહેશે.

જેટ એરના 1600 પાઈલટમાંથી 1100 પાઈલટ નેશનલ એવિએટર્સ ગિલ્ડ સાથે જોડાયેલા છે. પાઈલટ, એન્જિનિયર અને સિનિયર મેનેજમેન્ટને જાન્યુઆરી મહિનાથી વેતન મળ્યું નથી. ત્યારે જેટ એરવેઝની મુશ્કેલીનો ફાયદો હરીફ એરલાઈન્સ ઉઠાવી રહી છે. પાઈલટ્સોને 30% અને એન્જિનિયરોને 50% ઓછો પગાર ઓફર કરાઈ રહ્યો છે.

જેટ એરવેઝે સાર્ક અને આસિયાન દેશોની ફ્લાઈટ અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દીધી છે. પશ્ચિમી દેશોમાં લંડન અને ટોરોન્ટો માટે 16 એપ્રિલ સુધી કોઈ ફ્લાઈટ નથી. એમ્સ્ટર્ડમ માટે 18 એપ્રિલ અને પેરિસ માટે 10 જૂન સુધી ટિકિટ બુકિંગ બંધ કર્યું છે.

 

Tags:

Leave Comments