શેરબજારમાં આજે ખૂલતાની સાથે નજીવી ઘટ

November 22, 2019 755

Description

શેરબજારમાં દિવસની શરૂઆતમાં નજીવી ઘટ જોવા મળી છે. જેમાં સેન્સેક્સ −48.81 અંક એટલે કે 0.12% ટકા ઘટીને 40,526.36 પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −21.70 પોઈન્ટના ઘટાડા સાથે 11,946.70 પર ટ્રેડ થઇ રહી છે.

શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 1 પૈસાનો વધારો થયો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.75 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.76 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

Leave Comments