શેરબજારોમાં દિવસના અંતે સુસ્તીનો માહોલ

November 15, 2019 665

Description

દિવસના અંતે શેરબજારમાં નજીવો વધારો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +70.21 અંક એટલે કે 0.17% ટકા વધીને 40,356.69 પર બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +23.20 પોઈન્ટના વધારા સાથે 11,895.30 પર બંધ રહી છે.

શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 17 પૈસાનો વધારો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.80 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.97 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

Leave Comments