શેરબજારમાં દિવસ અંતે કડાકો, સેન્સેક્સ 330 પોઇન્ટ ડાઉન થઇ બંધ

November 8, 2019 725

Description

શેરબજારમાં દિવસના અંતે પણ માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ −330.13 અંક એટલે કે 0.81% ટકા ઘટીને 40,323.61 પર બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −104.55 પોઈન્ટના ઘટાડા સાથે 11,907.50 પર બંધ થઇ છે.

શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 20 પૈસાનો વધારો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.30 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 70.99 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

Leave Comments