શેરબજારમાં દિવસના અંતે ઉછાળો, સેન્સેક્સ 246 પોઇન્ટ વધી બંધ

October 18, 2019 785

Description

શેરબજારમાં દિવસના અંતે વધારો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +246.32 અંક એટલે કે 0.63% ટકા વધીને 39,298.38 પર બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +75.40 પોઈન્ટના વધારા સાથે 11,661.75 પર બંધ થઇ છે.

શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 3 પૈસાનો ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.19 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.16 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

Leave Comments