શેરબજારમાં દિવસના અંતે પણ માર્કેટમાં ઉછાળો

October 16, 2019 440

Description

શેરબજારમાં દિવસના અંતે પણ માર્કેટમાં વઘારો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +92.90 અંક એટલે કે 0.24% ટકા વધીને 38,598.99 પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +43.25 પોઈન્ટના ઉછાળા સાથે 11,471.55 પર બંધ રહી છે.

બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 5 પૈસાનો ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.59 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.54 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

Leave Comments