શેરબજારમાં ખુશીનો માહોલ છવાયો, સેન્સેક્સમાં 645 પોઇન્ટનો ઉછાળો

October 9, 2019 335

Description

આજે દિવસના અંતે શેરમાર્કેટમાં બેન્કિંગ ક્ષેત્રમાં ઉછાળો આવતા શેરબજાર ઉચકાયું છે. જેમાં સેન્સેક્સ 38,000ની ઉપર પહોંચ્યો છે. ત્યારે માર્કેટ બંધ થતા શેરબજારમાં જોરદાર ઉછાળો થયો છે. જેમાં સેન્સેક્સ +645.97 અંક એટલે કે 1.72% ટકા વધીને 38,177.95 પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +193.20 પોઈન્ટના વધારા સાથે 11,319 પર બંધ થઇ છે.

દિવસની શરૂઆતમાં શેરબજારમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +18.14 અંક એટલે કે 0.048% ટકા વધીને 37,550.12 પર ટ્રેડ થઇ રહ્યો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +2.50 પોઈન્ટના વધારા સાથે 11,128.90 પર ટ્રેડ થઇ રહી હતી.

બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 16 પૈસાનો ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.18 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.02 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

Leave Comments