શેરમાર્કેટમાં ખુશીનો માહોલ છવાયો, સેન્સેક્સની શરૂઆતમાં 130.78 અંકનો ઉછાળો

September 11, 2019 635

Description

શેરબજારમાં દિવસની શરૂઆતમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +130.78 અંક એટલે કે 0.35% ટકાના વધારા સાથે 37,276.23 પર ટ્રેડ થઇ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +37.75 પોઈન્ટના વધારા સાથે 11,040.80 પર ટ્રેડ થઇ રહ્યો છે.

બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 14 પૈસા ઘટ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.84 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.70 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

Leave Comments