શેરમાર્કેટમાં ખુશીનો માહોલ યથાવત, સેન્સેક્સ 125 પોઇન્ટના વધારા સાથે બંધ

September 11, 2019 650

Description

શેરબજારમાં દિવસના અંતે પણ ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +125.37 અંક એટલે કે 0.34% ટકાના વધારા સાથે 37,270.82 પર બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +32.65 પોઈન્ટના વધારા સાથે 11,035.70 પર બંધ થઇ છે.

બેન્કિંગ અને ઓટોમોબાઈલ કંપનીઓના શેરમાં લેવાલીથી બુધવારે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. શેરબજારમાં દિવસની શરૂઆતમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +130.78 અંક એટલે કે 0.35% ટકાના વધારા સાથે 37,276.23 પર ટ્રેડ થઇ રહ્યો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +37.75 પોઈન્ટના વધારા સાથે 11,040.80 પર ટ્રેડ થઇ રહ્યો હતો.

બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 14 પૈસા ઘટ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.84 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.70 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

Leave Comments