એરસ્ટ્રાઇકમાં 200 આતંકીઓનો સફાયો, રાતોરાત શિફ્ટ કરાઇ હતી લાશો

March 13, 2019 1880

Description

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય સેનાએ કરેલી એરસ્ટ્રાઇકનો વધુ એક પુરાવો સામે આવ્યો. એર સ્ટ્રાઇક પર અમેરિકી એક્ટિવિસ્ટે એક વીડિયો જાહેર કર્યો..જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એરસ્ટ્રાઇકમાં 200થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. જો કે સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

અમેરિકી એક્ટિવિસ્ટ સેંગ હસન સેરિંગે 2.20 મિનિટનો આ વીડિયો જાહેર કર્યો છે. જેમાં પાકિસ્તાની સેનાના કેટલાક જવાન સ્થાનિક લોકોને મળી રહ્યા છે. તેઓને સાંતવન્ના આપી રહ્યા છે. તે જ સમયે તેઓ કહી રહ્યા છે કે આપણા 200 લોકો માર્યા ગયા. મૃતદેહને બાલાકોટથી ખૈબર પખ્તૂનવા લઇ જવાયાનો દાવો કર્યો છે.

26 ફેબ્રુઆરીએ થયેલી એરસ્ટ્રાઇકના પુરાવા પર અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે અમેરિકી એક્ટિવિસ્ટે આ વીડિયો ટ્વીટ કરતા અનેક સવાલો ઉભા થયા છે. આ વીડિયો જો સાચો હોય તો પાકિસ્તાનના જુઠ્ઠાણાનો વધુ એકવાર પર્દાફાશ થયો છે. મહત્વનુ છે કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરી.જેમાં બાલાકોટ સ્થિત જૈશએ મોહમ્મદના અનેક ઠેકાણા તબાહ કર્યા હતા.

Leave Comments