એક વિદ્યાર્થીની દ્વારા ગુજરાત રાજ્યનું નામ રોશન કરવામાં આવ્યું

January 24, 2020 545

Description

વધુ એકવાર ગુજરાતની એક વિદ્યાર્થીની દ્વારા ગુજરાત રાજ્યનું નામ રોશન કરવામાં આવ્યું છે. જેમાં  2020ના બાળ શક્તિ પુરસ્કારની જાહેરાત થઈ જેમાં વડોદરાની જેનીશા અગ્રવાલને પુરસ્કાર મળ્યો છે.

જેનીશાને આ પુરષ્કાર અને સન્માન શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપવામાં આયું છે. ત્યારે આ ઉપલબ્ધી બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

તો જેનિશા ગણિતની એક મેઘાવી વિદ્યાર્થીની છે. અને તે હોંગકોંગ મેથેમેટિક્સ ઓલંપિયાડમાં પણ જીત મેળવી ચૂકી છે. ઉપરાંત કેટલાક અન્ય પુરસ્કાર પણ તે જીતી ચૂકી છે.

 

 

Leave Comments