દૂધ ઉત્પાદનમાં થતા ભ્રષ્ટાચારને લઈને ભાજપ કોંગ્રેસ આમને-સામને

September 21, 2018 1760

Description

પશુ પાલકોની વાહરે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા આવ્યા છે. અને દૂધ ઉત્પાદનમાં થતા ભ્રષ્ટાચારને લઇને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું છે કે જમીન માપણી કરતા અમુલમાં મોટુ કૌભાંડ થઈ રહ્યું છે.. પાછલા બારણે અમુલનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ભાજપના લોકો અમુલનું ખાનગીકરણ કરી રહ્યા છે.

દૂધ મંડળીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. કામધેનુ એન્ટરપ્રાઈઝ નામની કંપની બનાવાઈ છે. બાબુ બોખીરિયાના દબાણથી અનેક ગેરરીતિ થઈ રહી છે. ૩ ગણા ભાવ સાથે કામધેનુ કંપનીને કામ અપાયું છે. થર્ડ પાર્ટી પ્રોસેસિંગ કે પેકેજિંગ ન કરી શકાય. કામધેનુએ બનાવેલું દૂધ અમુલના માર્કા સાથે ન વેચી શકાય.

 

Leave Comments