મુંબઈઃ એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફની હડતાળને કારણે સંખ્યાબંધ ફ્લાઇટ લેટ

November 8, 2018 2195

Description

મુંબઈ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્ના શિડ્યૂલ ખોરવાયા હતા. મળતી માહિતી પ્રમાણે એર ઇન્ડિયાનો કોન્ટ્રાક્ટ પરનો ગ્રાઉન્ડ સ્ટાફ હડતાળ પર ઉતરી જવાને કારણે આ સમસ્યા ઉભી થઈ હતી. સ્ટાફનું કહેવું છે કે તેમને દિવાળીનું બોનસ નથી આપવામાં આવ્યું. હડતાળને કારણે મુંબઈથી જતી અને આવતી બંને તરફની ફ્લાઇટ સેવાને અસર પહોંચી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે મુંબઈ એરપોર્ટ ખાતેનો એર ઇન્ડિયાનો એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ (એઆઈએટીએસએલ)નો સ્ટાફ ગઈકાલે રાતથી હડતાળ પર ઉતરી ગયો છે.

ફ્લાઇટના શિડ્યૂલ ખોરવાઈ જવાને કારણે અનેક લોકોએ ટ્વિટ્સ કરીને પોતાનો બળાપો કાઢ્યો હતો.

એર ઇન્ડિયાના પ્રવક્તાના હવાલેથી ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યુ કે, “એઆઈએટીએએલનો સ્ટાફ અચાનક મુંબઈ એરપોર્ટ ખાતે હડતાળ પર જતા અમુક ફ્લાઇટ્સ મોડી થઈ છે. અમે આ અંગે જરૂરી તમામ પગલાંઓ લઈ રહ્યા છીએ જેનાથી યાત્રીઓને પડી રહેલી મુશ્કેલીમાં ઘટાડો થાય.”

Leave Comments