અદાણી પાવર મુંદ્રા ટૂંક સમયમાં નાદારીની અરજી કરે તેવી શક્યતા

May 31, 2018 5075

Description

અદાણી પાવરની પેટા કંપની અદાણી પાવર મુંદ્રા ટૂંક સમયમાં નાદારી સુરક્ષા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં અરજી કરી શકે છે. ગુજરાતમાં અદાણી પાવર મુંદ્રા 4,620 મેગાવોટનો પાવર પ્લાન્ટ ધરાવે છે. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે આ કંપનીમાં ગુજરાત સરકાર મોટો હિસ્સો ખરીદવાની છે. પણ તે વાટાઘાટો પડી ભાંગી હતી.

અદાણી ગ્રૂપ પર મસમોટું દેવું છે. મુંદ્રા પ્લાન્ટ પર માર્ચ 2018 સુધીમાં 22,000 કરોડનું દેવું છે. જો અદાણી પાવર મુંદ્રાને નાદારી રક્ષણ મળી જાય તો તેને 180 દિવસનો સમય મળશે તે દરમ્યાન જે કંપનીઓને દેવું ચૂકવવાનું છે તે કંપનીઓ સાથે બેસીને તે લોન ચૂકવવાનો માર્ગ નક્કી કરશે. અને જો તે લોન ચૂકવવા કોઇ પ્લાન નહીં આપી શકે તો બેંકો અથવા તો લોન આપનાર કંપનીઓ તેની મિલકતો વેચી શકશે.

Leave Comments