આશના ચેવલીએ ડાઇવિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

July 6, 2017 4310

Description

ગુજરાતને ડાયવિંગમાં પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે.  સુરતની આશના ચેવલી મેડલ મેળવનાર પ્રથમ યુવતી બની છે.  આ એવી પહેલી ઘટના હતી કે જેમાં ડાઇવીંગમાં કોઇ યુવતીએ રિપ્રેઝન્ટ કર્યું  હોય. 34મી ગ્લેન્માર્ક સબ જુનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતને એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મળ્યો છે. ગોલ્ડ મેડલ જીતનાર સુરતની આશના છેલ્લાં બે વર્ષથી ડાયવિંગ કરી રહી હતી. અને ગત બે વર્ષમાં તે કુલ 8 નેશનલ મેડલ રમી ચૂકી છે. આશના ઉઝબેકિસ્તાનમાં થનારી કોમ્પીટીશનમાં પણ રિપ્રેઝન્ટ કરે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે..

Leave Comments

News Publisher Detail