‘ઉરી’ અને ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમમિનિસ્ટર’, દર્શકોને આકર્ષવામાં સફળ

January 11, 2019 1100

Description

ઉરી અને ધ એક્સિડેન્ટલ પ્રાઇમિનિસ્ટરને ઓપનિંગમાં જ જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ઉરી ફિલ્મ સર્જીકલ સ્ટ્રાઇક પર આધારીત છે. મૂવીમાં સર્જિકલ સ્ટ્રાઇકના પ્લાનિંગ અને એક્શન બતાવવામાં આવ્યા છે. સેનાએ ઓપરેશનને કેવી રીતે અંજામ આપ્યો તે ફિલ્મ પર્દે જોવો એક રોમાન્ચ છે.

તો આ તરફ અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમિનિસ્ટરને પણ દર્શકોએ ખુબ જ પસંદ કરી છે. આ ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ પર આધારીત છે. સંજય બારૂની પુસ્તક પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. સંજય બારૂ મનમોહન સિંહના મીડિયા સલાહકાર હતા. અક્ષય ખન્ના ફિલ્મમાં બારૂના કિરદારમાં છે. અનુપમ ખેરે ફિલ્માં જબરજસ્ત અભિનય કર્યો છે. બંને ફિલ્મો સિનેમાઘરોમાં દર્શકોને આકર્ષી રહી છે.

Leave Comments