બોલિવુડ સિંગર કનિકા કપૂર સામે FIR દાખલ

March 21, 2020 1010

Description

બેબીડોલ ફેમ સિંગર કનિકા કપૂરના કોરોના વાયરસથી પીડિત હોવાના સમાચાર જ્યારથી સામે આવ્યા છે ત્યારથી દેશભરમાં કોરોનાને લઇ ખોફ વધી ગયો છે. કનિકા 9મી માર્ચના રોજ લંડનથી પાછી આવી હતી. પરંતુ એરપોર્ટ પર તેને પોતાનું ચેકઅપ કરાવ્યું નહોતું. એવામાં યુપી સરકારે તેના પર આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

કનિકા પર સંવેદનશીલ મુદ્દા પર માહિતી છુપાવાના આરોપમાં કાર્યવાહી કરાઇ છે. થોડાંક સમય પહેલાં જ સામાન્ય અધિકારીઓએ તેના પર મીટિંગ કરી હતી. સિંગર પર આઇપીસી કલમ 188,269 અને 270ની અંતર્ગત એફઆઇઆર નોંધાઇ છે. કનિકાની વિરુદ્ધ લખનઉના સરોજિની નગર પોલીસમાં એફઆઇઆર નોંધાઇ છે.

આપને જણાવી દઇએ કે લંડનથી પાછા આવ્યા બાદ તેમણે પોતાનું ચેકઅપ કરાવ્યું નહોતું અને તેઓ લખનઉમાં કેટલાંક લોકોને મળ્યા. પાછા આવ્યા બાદ કનિકાએ રવિવારના રોજ ગેલેંટ એપાર્ટમેન્ટમાં એક પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી. પાર્ટીમાં વસુંધરા રાજે, દુષ્યંત સિંહ સહિત કેટલીય મોટી હસતીઓ હાજર હતી.

Leave Comments